સરકાર દ્વારા લોકોની આરોગ્યની બાબતે પુરતુ ધ્યાન આપવામાં આવી રહયું છે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલીત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલય ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ અર્તગત શાળામાં ફરજ બજાવતા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોનું આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેવી કે બી.પી., ડાયાબીટીસ, લોહીની તપાસણી સહિતની અલગ અલગ બિમારીની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ડો. ચેતનભાઇ આચાર્ય અને MPHW ઘનશ્યામભાઇ ભટ્ટી દ્વારા આ તપાસણી કરવામાં આવી હતી. જેમાં આ સ્કુલમાં ફરજ બજાવતા શિક્ષકો, કલાર્ક, પટાવાળા સહિત ૨૦ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી ત્યારે આ શાળાના આચાર્યએ આવેલ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement