Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ દર્દીનું મોત.

Share

રાજકોટથી અમદાવાદ તરફ જતી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે દર્દીને લઈ જવામાં આવતા હોય જેને લીંબડીના જનશાળી નજીક અકસ્માત નડતા દર્દીનું અમદાવાદ પહોંચતા પહેલા જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

આ બનાવની મળતી વિગતો અનુસાર રમેશભાઈ પ્રેમજીભાઈ જેઓ રાજકોટ ખાતે સારવાર લઇ રહ્યા હતા અને તેઓને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ લઈ જતા લીંબડીનાં જનશાળી નજીક ટ્રક ચાલકે એમ્બ્યુલન્સને ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરના જણાવ્યા મુજબ હાઈવે પર કોઈપણ પ્રકારનું સાઈનબોર્ડ ન હોવાથી ટ્રકે એમ્બ્યુલન્સને ઓવરટેક કરતા એમ્બ્યુલન્સ ખાડામાં ઉતરી જવા પામી હતી અને ત્યારબાદ 20 મિનિટ સુધી કોઈપણ દર્દી અને તેના સગાની મદદ ન આવતા એમ્બ્યુલન્સમાંથી દર્દીને તેના સગાને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટથી અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે લઇ જવામાં આવતા રમેશભાઈ પ્રેમજીભાઈનું આ ઘટના બાદ રસ્તામાં જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

પંચમહાલમાં લોકડાઉનનાં માહોલમાં વીજ પુરવઠો વધઘટની સમસ્યાથી જનતા હેરાન પરેશાન.

ProudOfGujarat

વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને સંતોષકારક વળતર આપવાનો પ્રારંભ.

ProudOfGujarat

કરજણ રેલ્વે સ્ટેશન પાસે એક વૃદ્ધ ટ્રેનની અડફેટે આવતા સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!