Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

Share

હાલ શિયાળાની શરૂઆતમા જ લીંબડીના બે અલગ અલગ વિસ્તારોમાં મોડીરાત્રિના સમયે તસ્કરી થવા પામી હતી. ત્યારે લીંબડીના ખારાવાસ વિસ્તારોમા ગીતાપાર્ક અને મોટાવાસના વાડી વિસ્તારમાં ચોરી થવા પામી હતી. ગીતાપાર્કમા ચોરીનો ભોગ બનનાર પ્રકાશભાઈ પ્રેમજીભાઈ વોરાના જણાવ્યા પ્રમાણે જેઓ વડોદ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા ત્યારે પાડોશીનો ચોરી થયા બાબતે ફોન આવતા પ્રકાશભાઈ ઘરે દોડી આવ્યા હતા ત્યારે તેમના ઘરમાંથી LED ટીવી, 2 ટેન્ડર, અને 18000 રૂપિયા રોકડા ચોરી થયાનું જણાવ્યું હતું ત્યારે આ વિસ્તારની બાજુમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા અને ચોરીનો ભોગ બનનાર કિશોરભાઈ બાવલભાઈ જેઓ સામાજીક કામે સૌકા ગામે ગયા હતા અને જેઓના જણાવ્યા પ્રમાણે 8000 હજાર રોકડા, એક જોડી છડા, બે પોચી અને કન્દોરો ગયાનું જણાવ્યું હતું ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા ચોરોનુ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે બામણગામ પાસેથી છ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે મહિલા શિબિર યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર: દેશના વડાપ્રધાન ની સ્વચ્છ ભારતની વાતોની ધજીયા ઉડાવતા અંકલેશ્વરના દુકાનદારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!