હનુમાનજી મહારાજની દર મંગળવાર અને શનિવારે તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજી મહારાજ અજરાઅમર છે. જે કોઈ પણ શ્રદ્ધાથી દાદાનું નામ લે તો અચૂક તેમની મનોકામના પુરી કરે છે. કારતક મહિનાના છેલ્લા શનિવારનું અનેરું મહત્વ રહેલું છે. આજના દિવસે ભાવિભકતો દાદાની વિશેષ પૂજા અર્ચના અને દાન કરતા હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ભફેયા હનુમાનજી, તેરા હનુમાનજી, હઠીલા હનુમાનજી વગેરે સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે. જ્યારે તળાવના કિનારે સરોવરિયા હનુમાનજી દાદાનું સુંદર મંદિર આવેલું છે. કારતક મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી સરોવરિયા હનુમાનજી મહારાજના દર્શનાર્થીઓએ દિવ્ય દર્શન કર્યા હતા. હનુમાનજી દાદાને આંકડાની માળા ખૂબ પ્રિય છે. આજના દિવસે ભાવિ ભક્તોએ આંકડાની માળા અને વિવિધ ફૂલો અને ફળો ધરાવામાં આવ્યા હતા. કારતક મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી ભાવિભક્તોએ હનુમાનજી દાદાની વિશેષ પૂજા અર્ચના કરી હતી. અહીં દર શનિવારે ભાવિભક્તો દાદાને તેલ અને આંકડાનીમાળા ચઢાવે છે, બે હાથ જોડી માથું ટેકવીને શ્રધ્ધા પૂર્વક નમન કરે છે. દાદાની આરતીના દર્શન કરવાં એ જીવનનો અનેરો લ્હાવો છે. અહીં દાદાના અખંડ દીવાના દર્શન કરી ભાવિભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. આ મંદિરના પૂજારી હરનારાયણજી છેલ્લા ચાલીસ વર્ષોથી દાદાની સેવા કરે છે. હનુમાન ચાલીસા બોલવાથી દાદા ખૂબ રાજી થાય છે અને સર્વ સંકટ દૂર થાય છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર