Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ પુલ પર હિટ એન્ડ રનની ઘટનામા એક્ટિવા ચાલકનુ મોત.

Share

વઢવાણ ધોળીપોળ પાસે આવેલ ભોગાવા પુલ ઉપર એક્ટીવા ચાલકને અડફેટે લેતાં એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું ત્યારે આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કહી શકાય કે માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો અવારનવાર અકસ્માતો કરે છે જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આવો જ ગમખ્વાર અકસ્માત આ વઢવાણ પુલ ઉપર સર્જાયો હતો અને મોત નિપજયું હતું. ત્યારે મળતી માહિતી મુજબ મરણજનાર લક્ષ્મીપરામા રહેતો 24 વર્ષિય યુવાને સાજીદભાઈ બસીરભાઈ જેઓ કારખાને જતા હતા ત્યારે ટ્રક ચાલકે સાજીદભાઈના એક્ટીવાને અડફેટે લેતાં સાજીદભાઈનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. વઢવાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી ચુડાસમા અને પ્રદિપભાઇ રતન સહિતના દોડી ગયા હતા અને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભારતમાં કોઈપણ સ્થળે ફોન દ્વારા ડિજિટલ પર્સનલ લોન ઉપલબ્ધ.

ProudOfGujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક એક બાઈક ચાલક યુવક પર જીવંત હાઈ ટેન્શન વીજ તાર તૂટી પડતા મોત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!