Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં તુલસી વિવાહની ઉજવણી કરાઇ.

Share

ગઇકાલે અગિયારસ હતી ત્યારે ઠાકરધણી અને તુલસી વિવાહનુ ખુબ જ મહત્વ હોય છે ત્યારે દરવર્ષે સતવારા સમાજ દ્વારા લીંબડી વચલાપરા વિસ્તારમાં તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો વરઘોડો લીંબડીના વચલાપરા વિસ્તારથી લઈને ચબુતરાચોક, ભલગામડા ગેઈટ, હોસ્પિટલ રોડ સહિતના અનેકો વિસ્તારમાં આ બહોળી સંખ્યા સાથે વરઘોડો નિકળ્યો હતો ત્યારે લીંબડી શહેરના પુરૂષો, મહિલાઓ, અને બાળકો સહિતના લોકો આ તુલસી વિવાહના વરઘોડાના સ્વાગત માટે શેરડીના રોપા સાથે આવી પહોંચ્યા હતા અને આવતા તુલસી વિવાહના વરઘોડાનુ સ્વાગત કર્યું હતું ત્યારે વરઘોડાની પુર્ણાહુતી બાદ તુલસી વિવાહ કર્યા હતા જેમાં લીંબડી સમસ્ત સતવારા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉંઝાથી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા આજે અચાનક નર્મદાના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ.

ProudOfGujarat

વેલીયન્ટ કલબ ચેમ્પિયનશીપનો બ્રાન્ડ એમ્બેસેડર વિશાલ પાઠક બન્યો.

ProudOfGujarat

આજરોજ એક જ દિવસમાં રાજપીપળા સ્મશાનગૃહમાં એક સાથે 8 ચિતાઓ સળગી !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!