અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે એક પરિવાર બનીને કામ કરતી સમિતી છે જેમાં આ સમિતી ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના નેતૃત્વ હેઠળ સારી એવી કામગીરી કરી રહી છે ત્યારે દિવાળી અને ન્યુયર શુભેચ્છા સંદેશ સાથે લીંબડી તાલુકાના બોરણા ગામે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
જેમાં જીલ્લાના નવનિયુક્ત હોદેદારો તેમજ લીંબડી તાલુકા અને શહેરના કાર્યરત મહિલા સહિતના હોદેદારો હાજર રહ્યા હતાં ત્યારે ખાસ કરીને કહેવાય તો આ કાર્યક્રમનુ આયોજન બોરણા ગામના અને તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ નકુમ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
ત્યારે આ કાર્યક્રમનો શુભ પ્રારંભ શાલ ઓઢાડી અને પુષ્પ માલા અને બુકે આપી આવેલ મહેમાનોને સન્માનિત કરી કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમમા બોરણા ગામના યુવાનો, મહિલાઓ અને વડીલોએ ખાસ હાજરી આપી હતી ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની રૂપરેખા અને કાર્યપદ્ધતિ અંગે વાત કરતા બોરણા ગામના લોકો અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિથી પ્રસંસનિય બન્યા હતા અને સમિતિમા જોડાવા પ્રેરીત બન્યા હતા. વધુમાં કહિએ તો આ સમિતિ નોન પોલીટીક હોવાથી તેમજ વિના સ્વાર્થે કામગીરી કરતી સમિતી હોવાથી આ સમીતી ભારત દેશના 22 રાજયો અને ગુજરાતના 33 જીલ્લામાં પ્રસરી જવા પામી છે અને લોક હિતાર્થેની કામગીરી કરી રહી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી બોરણા ગામે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.
Advertisement