લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલ ઉટડી ગામના યુવકનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું.
એક યુવાક લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં ૧૦૮ એમબ્યુલન્સ સહિતના સ્ટાફને જાણ કરતા એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પણ પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહેલ યુવાને દોડતા દોડતા હદય રોગના કારણે જીવ ગુમાવ્યો ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ નિલેશ લોલડીયા હતું જેઓની આશરે ઉમર વર્ષ ૨૪ જાણવા મળ્યું હતું. યુવાનનુ અવસાન થતાં પરિવારજનો શોકમા ડુબી જવા પામ્યા હતા.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર