Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બાઇક રેલીનું આગમન થતાં સ્વાગત કરાયું.

Share

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના લખપતથી પ્રસ્થાન કરીને કેવડિયા કોલોની સુધી કુલ 1170 કી.મી. અંતર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે લીંબડી ખાતે પોલીસ જવાનો બાઇક રેલી સાથે આગમન થતા એમનું પુષ્પોથી વિધાર્થીઓ, વેપારીઓ, અને આગેવાનોએ મુખ્ય માર્ગો પર રહીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં પોલીસ જવાનો બાઇક રેલી સાથેનું સ્વાગત લીંબડી ખાતે ગુજરાત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા હસ્તે કરવામાં આવ્યું. અખંડ ભારતના એક માત્ર ઉદ્દેશના સંદેશ લઈને આ મોટર સાયકલ રેલી નીકળી છે.

આ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, લીંબડી ડી.વાય.એસ.પી ચેતન મૂંધવા, લીંબડી પી.એસ.આઈ, પાણશીણા પી.એસ.આઈ, તથા અધિકારી, પદાધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગ

Advertisement

Share

Related posts

નડિયાદ સ્ટેશન પર નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નબીપુર ની કંપની માંથી ૫૭૦૦૦ ની કિંમત નાં લોખંડ ની પાઈપો ચાર ઈસમો આઇસર ટેમ્પા માં ભરી ગયા

ProudOfGujarat

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!