નવરાત્રી એટલે નવદુર્ગા નવચંડીની નવરાત્રી અને આ દિવસે લોકો મન મુકીને ભાઈઓ બહેનો, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો ગરબે ઘૂમવા લાગતાં હોય છે પણ જ્યારે આજે શરદ પુનમ હોય ત્યારે પણ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ગરબાના છેલ્લો દિવસ ગણીને ગરબાની રમઝટ જોવાં મળી હતી.
જેમાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ નર્સિંગ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ, સ્ટાફ નર્સ, ડોક્ટર સ્ટાફ, તેમજ દર્દીઓ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતાં અને શરદ પુનમના ગરબાની મોજ માણી હતી. જેમાં ગરબાના આયોજનમા શંકરભાઈ મોડીયા, ચેતનભાઈ મારૂડા, મેહુલ મારૂડા, જૈનિલ મોડીયા, મીનાબેન મોડીયા અને સુરેશભાઈ વાઘેલા સહિતના લોકોનો સિંહફાળો આપ્યો હતો ત્યારે આજે જ્યારે શરદ પુનમ હોય ત્યારે પ્રસાદ રૂપી દુધપૌવા આપવામાં આવ્યા હતાં ત્યારે ગરબાની મોજ સાથે દુધપૌવાની મોજ ખેલૈયાઓએ માણી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement