લખતર એપીએમસી માં આસો સુદ એકમ નવરાત્રીના પ્રથમ દિવસથી ખેડુતોના ચોમાસુ પાક માટે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. જાહેર હરાજી શરૂ કરાતા ખેડૂતોને ખુલ્લું બજાર મળતા સીધો વેપારી સાથે સંપર્ક થતો હોય ખેડૂતને ઉંચા ભાવ મળવા સાથે રોકડા રૂપિયા મળવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે સાથે લખતર એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે લખતર એપીએમસી ગુજરાતનું સર્વ પ્રથમ એપીએમસી છે જેમાં ખેડૂત કે વેપારી પાસેથી કોઈ સેસ કે ટેક્સ લેવામાં આવતો નથી આનો સીધો ફાયદો કપાસ વેચવા આવનાર ખેડૂતને થાય છે ખેડૂતને કપાસના ઉંચા ભાવ મળે છે.
લખતર એપીએમસીમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1700 રૂપિયા આવતો હોય સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સિવાયના અન્ય તાલુકાના અન્ય જિલ્લાના ખેડૂતો વેપારીઓ લખતર એપીએમસીમાં કપાસ ખરીદવા અને વેચવા આવી રહેતા ખેડૂત સાથે મજૂરી કરતા લોકોને પણ આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર