Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

Share

 

સુરેન્દ્રનગર ચુડા
તારીખ 1/9/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

હાલ ગુજરાતમાં ખેડુતોની પાણી વગર દુરદશા થઇ જવા પામી છે અને જેના કારણે ખેડુતો દેવાદાર બનીને આત્મહત્યા જેવા પગલા ઉપાડે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડુતે પણ આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું

ગુજરાતના ઘણા બધા જીલ્લાઓમાં ઓછો વરસાદ થવાને કારણે ઘરતી પુત્ર કહેવાતો ખેડુત લાચાર બન્યો છે અને દેવાદારી તરફ વળી અને માથે દેવુ કરી ખેતી કરે છે અને જયારે તેનો પાક નિષ્ફળ નિવડેત તો તેની પાસે આત્મ હત્યા કર્યા સિવાયનો બીજો કોઇ રસ્તો નથી હોતો
ત્યારે આવુજ કઇક સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડુતનો કિસ્સો બહાર આવ્યો હતો ……… આ વેજલકા ગામના ખેડુત જેઅોનું નામ જરમરીયા શંકરભાઇ મનજીભાઇ છે જેઓને ચાર સંતાન છે અને જેઓ પોતાના પરીવારનું ભરણપોષણ પોતાની પાસે રહેલ એક એકર જમીન ઉપર ખેતી કરીને ગુજરાન ચલાવી રહયા હતા પણ ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે અને ગામની નજીક આવેલ નર્મદા કેનાલ સુકીછમ પડેલી હોવાને કારણે ખેતી નિષ્ફળ નિવડેલી ત્યારે આ ઘરતી પુત્રએ ખેડુતે પોતાના ખેતરમાં વાવણી માટે કર્જ પણ લીધુ હોય અને જયારે પાક નિષ્ફળે ત્યારે તે ભાગી પડતો હોય છે તેવી સ્થીતી આ શ;કરભાઇની થવા પામી હતી ……. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા ભાવનગર જીલ્લાના વરતેજ ગામે પોતાના પરિવારના ભરણપોષણ અર્થે નોકરી ધંધાની શોધમાં વેજલકા ગામેથી નિકળેલ પણ પુરો દિવસ વરતેજમાં કામ ગોતતા ગોતતા વિતી ગયો અને કોઇપણ જાતની મજુરી મળેલ નહી ત્યારે પોતે ભાંગી ગયેલ અને જો આમને અામ રહેશે તો પોતાના પરિવારનું શું ? આવું વિચારીને મનોમંથન કરેલ અને છેવટે આત્મહત્યા કરવાનો વિચાર વિચારી લીધો હતો ત્યારે રાત્રીના સમય દરમ્યાન ભાવનગરના વરતેજ ગામે આ ખેડુત શ;કરભાઇએ ગળેટુપો ખાઇને પોતાનું જીવન ટુકાવ્યું હતું તો જોવાનું એ રહયું કે ખેડુતોની આવી દુરદશા કયા સુધી, પોતાના પરિવાર ઉપરથી પોતાનો છાયો તરછોડવાનો વારો કયારે પુરો થશે ……….શું સરકાર આવા લાચાર ખેડુતોનો સહારો બનશે ? કે ચુંટણીઓ આવે ત્યારે જય જવાન જય કિશાનના નારા ફકત ચુટણી સમયે જ બોલાશે આવા ખેડુતાના કેટલાય કરીવારોને કયા સુધી લાચારીનો સામનો કરવો પડશે


Share

Related posts

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

નડિયાદ માઇ મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!