Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી જુની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો.

Share

સરકાર દ્વારા જનહિત માટે અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેમાં શહેરોથી લઈને ગ્રામ્ય સ્તરે સુધી લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થય શકે છે ત્યારે હાલ સરકાર દ્વારા અસંગઠિત શ્રેત્રના કામદારોને ધ્યાને રાખીને ઈશ્રમ નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ઈશ્રમ કાર્ડ આપવામાં આવતું હોય છે ત્યારે આવનાર સમયે આ ઈશ્રમ કાર્ડને આધિન સરકારી સહાય મેળવવા આ કાર્ડ ઉપયોગી બને છે.

ત્યારે આજે ઈશ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ લીંબડી ખાતે આવેલ જુની તાલુકા પંચાયત કચેરીએ યોજાયો હતો, જેમાં લેબર ઓફિસર જી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ અને રાજુભાઈ રાવલ જેઓ જીલ્લા CSC મેનેજરના નેતૃત્વમા યોજાયો હતો. જેમાં રાજકોટના લેબર કમિશનર ગામીત, સુરેન્દ્રનગર આસિસ્ટન્ટ લેબર કમિશનર સુરભીબેન લીંબડી તાલુકા વિકાસ અધિકારી એમ.આર.પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આજે આ ઈશ્રમ રજીસ્ટ્રેશનનો લાભ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોએ લીધો હતો ત્યારે વધુમા લેબર ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31/12/2021 સુધીની રહે છે ત્યારે આજે ઈશ્રમ રજીસ્ટ્રેશન વેબસાઈટમાં ક્યાંકને ક્યાંક સર્વર ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા આવેલ લોકોને હાલાકી પણ ભોગવવી પડી હતી ત્યારે જો આ વેબસાઈટની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો સમય મર્યાદામા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થઈ શકે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ચાર્જ ટી એલ એમ ગૌતમભાઈ ધોરાળીયા, ક્લસ્ટર કોઓડીનેટર અસ્મિતાબેન બાવળીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : મેસરાડ ગામમાં હુજુર શૈખુલ ઇસ્લામ સૈયદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

ભરૂચ : ટંકારીઆ બ્રાન્ચ કુમારશાળામાં બાળવાટિકા ભણાવતા શિક્ષકોની તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સી.એન.જી. ના પંપો બંધ રહ્યા રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકોને પડી મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!