લીંબડી શહેરમાં બે મોટા રમત ગમત ગ્રાઉન્ડ આવેલ છે ત્યારે નવું કૃષ્ણનગર વિસ્તાર પાસે આવેલ અધતન સુવિધા ઉપલબ્ધ વાળું સરકાર દ્વારા રમત ગમત ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે ત્યારે આજરોજ આ ગ્રાઉન્ડ ખાતે અન્ડર નાઈન્ટીન તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રમત ગમત નિષ્ણાત એવા બીપીનભાઈ પટેલ અને મુકેશભાઇ છત્રોલાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ખોખો સ્પર્ધામા કુલ આઠ શાળાઓએ ભાગ લીધો હતો.
આ 45 મીનીટની ખોખો સ્પર્ધા દિલ ખોલીને વિદ્યાર્થીઓ ખેલદિલીથી રમત રમ્યા હતા ત્યારે આ ખોખો સ્પર્ધામા મહિલા અને પુરુષની અલગ અલગ સ્પર્ધા યોજાઇ જેમાં પુરૂષ ખોખો સ્પર્ધામાં લીંબડીની સર જે હાઈસ્કૂલની ખોખો ટીમ વિજય થઇ હતી. મહિલા ટીમની વાત કરવામાં આવે તો બીએ કન્યા વિદ્યાલયની મહિલા ખોખો ટીમ વિજય બધી હતી તો વાત કરવામાં આવે તો આ વિજય ટીમ તાલુકાથી હવે જીલ્લાકક્ષાએ રમવા જશે ત્યારે આ ખોખો સ્પર્ધામા શાળાકક્ષાના શિક્ષણ વિઠ્ઠલભાઈ જોગરાણા, મનસુખભાઈ મકવાણા અને શિલ્પાબેન હાજર રહ્યા હતા ત્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અનિલભાઈ મકવાણા, જયેશભાઈ સભાડ અને રીનાબેન વાળાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર