કોરોના કાળ દરમ્યાન ઓક્સિજનના અભાવે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં કોરોના વોરિયર્સનો પણ સમાવેશ થવા પામ્યો હતો ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે થોડા સમય પહેલા 250 લીટર ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આજરોજ સરકાર તરફથી ફાળવવામાં આવેલ એક હજાર લીટર ઓક્સિજન પ્લાન્ટનુ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે થનાર રાષ્ટ્રવ્યાપી સામુહિક ઈ લોકાર્પણના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાનો કાર્યક્રમ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો.
જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, જીલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઈ મકવાણા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, લીંબડી સિવિલ હોસ્પિટલ અધિક્ષક લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ લીંબડી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ, વર્ગ 4 સ્ટાફ, અને વહિવટી સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ ઓનલાઇન માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ વક્તવ્ય જોવામાં આવ્યું હતું અને જીલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણીના વરદ હસ્તે ઓક્સિજન પ્લાન્ટની રીબીન કાપી અને ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવાની લીલી ઝંડી આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ એક હજાર લીટરના ઓક્સિજન પ્લાન્ટનુ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું.
Advertisement