લીંબડી શહેરમાં લીંબડી નગરપાલિકા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 28 માંથી 28 બેઠક પર જીત મેળવી હતી ત્યારે કોરોના કાળ દરમ્યાન ભાજપના એક વોર્ડ નં 5 ના કોર્પોરેટર કોરોનાથી અવસાન પામ્યા હતા અને આ બેઠક ખાલી પડી હતી ત્યારે તારીખ 3/10/2021 ના રોજ આ ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજ તારીખ 5/10/2021 ના રોજ સવારે 9 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે લીંબડી નગરપાલિકા વોર્ડ નં. 5 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું હતું જેમાં લીંબડી નગરપાલિકાની વોર્ડ નં. 5 માં પેટા ચૂંટણીમાં ફરીથી ભાજપ વિજય થતા ભગવો લહેરાયો છે અને લીંબડી નગરપાલિકાના વોર્ડ નં. 5 ના સદસ્યની ખાલી પડેલ એક બેઠક માટેની પેટા ચૂંટણી મત ગણતરી શરૂ કરાઇ હતી. તેનું પરિણામ આવતા વોર્ડ નં. 5 માં ભાજપના ઉમેદવાર દર્શનભાઈ ડાયાભાઈ ખાંદલાની 600 વધુ મતની લીડથી વિજેતા થયા હતા તો વાત કરવામાં આવે તો કોને કેટલા મત મળ્યા.
1. ભાજપ – 1049
2. આપ – 442
3. કોંગ્રેસ – 355
4. BSP – 30
5. અપક્ષ – 25
5. નોટા – 50
આમ ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા હોદેદારો અને કાર્યકરોમા આનંદની લાગણી ફેલાઇ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બીપીનભાઈ પટેલ અને ઉમેદવાર દર્શનભાઈ દ્વારા મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર