લીંબડી તાલુકાના ઉટડી ગામ વચ્ચે મહાકાય તળાવ આવેલ છે ત્યારે વરસાદ પડતા તળાવ ઓવરફ્લો થવા પામ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં તળાવમાંથી ગટરના પાણી મારફતે અંદાજે ૨ ફુટ ઉપરની સાઇઝના માછલા બહાર આવી ગયા હતા ત્યારે એક ખુલ્લી ગટર જે ઉટડી તળાવને મળે છે અને સીમનું વરસાદી પાણી આ ગટર માધ્યમથી તળાવમાં એકઠું થાય છે ત્યારે આ ગટર ખીમાભાઇ સારાભાઇ સિંધવના ઘરેથી નિકળે છે ત્યારે સિંધવ પરિવાર હેરાન પરેશાન થય જવા પામ્યો હતો. ત્યારે ગામના માછલાના એક જાણકાર રાજેશભાઇના જણાવ્યા પ્રમાણે આ બાંગોયું નામની જાતિના માછલા છે ત્યારે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશરે ૧૯૯૫ – ૯૬ માં આવો જ બનાવ ઉટડી ગામે બનેલ ત્યારે ગામમાં રોગચાળો ફેલાવા પામ્યો હતો જેમાં ૪૭૨ માંદગીના ખાટલાનું સર્જન ગામ ખાતે થવા પામ્યું હતું. આ ભુતકાળના બનાવથી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહયો છે ત્યારે ગામલોકો દ્વારા માંગણી ઉઠી હતી કે જલ્દી લગત વિભાગ દ્વારા આ માછલાઓનો નિકાલ કરવામાં આવે.
કલ્પેશ વાઢેર સુરેનદ્રનગર