શ્રી એ.આર.એસ સખીદા આર્ટ્સ, સી.સી. ગેડીવાલા કોમર્સ તથા સી.સી. હોમ સાયન્સ કોલજ, લીંબડી તથા ગુજરાત સરકારના કે.સી.જી. વિભાગ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે ફીનીશિંગ સ્કૂલ પ્રકલ્પ અંતર્ગત રોજગારીની તાલીમ અંગેના વર્ગોનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત પ્રકલ્પ અન્વયે કોલેજના ટી.વાય.બી. એ.તથા બી.કોમ. ના વિદ્યાર્થીઓને ચાર વિભાગો હેઠળ ૮૦ કલાકનું સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક શિક્ષણ વિવિધ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. આજના ઉદઘાટન પ્રસંગે કોલેજના આચાર્ય ડો.એસ.જી.પુરોહિત સાહેબે વિદ્યાર્થીઓને આ પ્રકલ્પનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. કે.સી.જી. માંથી આવેલ નિષ્ણાત સિરાજ બલોચે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોલેજન શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોલેજના વરિષ્ઠ પ્રોફેસર તથા આઇ.ક્યું. એ.સી. કો- ઓર્ડીનેટર પ્રોફે.કે.એમ.ઠક્કર સાહેબે કર્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી ખાતે આવેલ સખીદા કોલેજ ખાતે ફીનિશિંગ સ્કુલનો શુભારંભ કરવામાં આવ્યો.
Advertisement