દેશની રાજધાની એટલે દિલ્હી અને દિલ્હી ખાતે છેલ્લા ઘણા સમયથી ધરતીપુત્ર ખેડૂત કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે જ્યારે સંયુક્ત કિશાન મોરચાએ ભારત બંધનુ એલાન કરેલ હોય ત્યારે આજે લીંબડી હાઇવે સર્કલ પર ધરતી પુત્ર ખેડૂતો ઘસી આવ્યા હતા અને વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તાત્કાલિક અસરથી પોલીસ આવી ગયેલ અને ચક્કાજામ થતું અટકાવવામા આવ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા સુત્રોચ્ચાર અને પેમ્લેટના લખાણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધરતી પુત્ર પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ કમેજળીયા, મુકેશભાઇ ડાભી, મહિપતભાઈ કાપડીયા, મુન્નાભાઈ જોગરાણા, સોમાભાઈ સાંગાણી સહિતના ખેડૂતો હાજર રહ્યા હતાં અને આજના દિવસે ખેડૂતોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement