Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી મામલતદારને ગુજરાત ખેડૂત એકતા મંચના તાલુકાના પ્રમુખ દ્વારા અપાયું આવેદનપત્ર.

Share

– ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા બાબતે કરી માંગણી.

લીંબડી મામલતદારને ગુજરાત ખેડૂત એકતા મંચના લીંબડી તાલુકાના પ્રમુખ મુકેશભાઈ ડાભી દ્વારા આવેદનપત્ર અપાયું છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય શરૂઆતમાં અઢી મહિના સુધી વરસાદ નહિ થવાથી ખેડૂતોનો મોટા ભાગનો પાક સુકાઈ ગયેલો અને અત્યારે સતત પંદર દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોનો બાકી વધેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ સુકાઈ ગયેલ છે.

ત્યારે એસ..ડી.આર.એફ. ના ધારા ધોરણ મુજબ ૩૩% થી વધારે નુકશાન થયેલ દરેક ખેડૂતના ખેતરનું સર્વે કરવાનું હોય છે અને નુકસાન થયેલ દરેક ખેડૂત ને એસ.ડી.આર.એફ મુજબ સહાય ચુકવવાની હોય છે. જેથી તાત્કાલિક ધોરણે સર્વે કરી નુકશાન થયેલ ખેડૂતને સહાય ચુકવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનમાં વધુમા એ પણ જણાવ્યું છે કે સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં હવે જો વિલંબ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સાર્વજનિક હાઇસ્કૂલ કાવીના પટાંગણમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને વૃક્ષારોપણનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી…

ProudOfGujarat

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!