સુરેન્દ્રનગરમાં લીંબડી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર મારમારી સર્જાઈ હતી. બે જુથ વડે મારમારી એટલી હદે વધી જવા પામે કે હથિયારો વડે મારામારી કરતાં અંદાજે 3 થી વધુ વ્યકિતને ઈજાઓ પહોચી હતી. સુરેન્દ્રનગર વિસ્તારમાં મારામારીના બનાવો ઘણા વધી રહ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તીક્ષ્ણ હથિયારો વડે મારામારીમાં અંદાજે 3 થી વધુ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. મારામારીમા ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાને કારણે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. સાત થી આઠ વ્યક્તિ દ્વારા હુમલો કરી નાસી છુટયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ મારામારી જુની અંગત અદાવતમાં થઈ હોવાની લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મારામારીની જાણ લીંબડી પોલીસને થતાં પી.એસ.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર