Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

Share

ગુજરાતભરમાં અલગ અલગ પ્રકારના આંદોલનોએ ફરી વેગ પકડ્યો છે ત્યારે તલાટીઓ પણ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે ત્યારે લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઇને લીંબડી તાલુકા પંચાયતના પટાંગણમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યોં હતો.

જેમાં તલાટીઓની માંગણીઓની વાત કરવામાં આવે તો તલાટીઓનો 4400 નો ગ્રેડ પે કરવો, વિસ્તરણ અધિકારી આંકડા અને સહકારમાં પ્રમોશન આપવું, સમાન કામ સમાન વેતન ધારા મુજબ કામગીરી આપવી, રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીને સરખા ગણી મર્જ કરવા, કામનું ભારણ ઘટાડવુ વગેરે પ્રશ્નોને લઈને તલાટી મંડળે સરકાર સામે બાંયો ચડાવી કાળી પટ્ટી ધારણ કરી હતી અને આ માંગણીઓ આવનાર સમયે જો સરકાર દ્વારા પુરી કરવામાં નહીં આવે તો પેઈન ડાઉન કરી તેમજ રાજ્ય વ્યાપી હડતાળ કરી રોષ વ્યક્ત કરવાની ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આજના કાર્યક્રમમાં તલાટી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા, મહામંત્રી એસ.આર.રાણા, પ્રવક્તા જે.પી. રાણા, પીકે સભાડ, હરદેવસિંહ ડોડીયા, ડિમ્પલબેન પટેલ સહિતના તલાટીઓ હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યોં હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

પંચમહાલ : શહેરા બી.આર.સી ભવન ખાતે ટેકનોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!