Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

Share

લીંબડી શહેરમાં તારીખ 3/9/21 ના રોજ વોર્ડ નંબર 5 ની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હોય ત્યારે ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પણ આજે ભરાય જવા પામ્યા હોય ત્યારે આજે લીંબડી સેવાસદન ખાતે ઇવીએમ મશીન આવતા ઉમેદવારી નોંધાવેલ તમાંમ ઉમેદવારને લેખિત જાણ કરી સેવા સદન ખાતે બોલાવવામાં આવ્યા હતાં અને ઉમેદવારની હાજરીમાં ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીન મુકવામાં આવેલ હતા અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમને સીલ મારવામાં આવ્યો હતો ત્યારે આ સમયે લીંબડી મામલતદારશ્રી આર.એલ.ચૌહાણ તેમજ લગત સ્ટાફ હાજર રહ્યો હતો

Advertisement

લીંબડી ન.પાલિકાના વોર્ડ નં.5ની 1 બેઠક માટે ભાજપે સ્વ.ડાયાલાલ ખાંદલાના પુત્ર દર્શન ખાંદલા, કોંગ્રેસે કિરીટસિંહ રાઠોડ, આપે મયુર દુલેરા, બસપાએ બાબુભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. અપક્ષમાંથી નિલેશ ચાવડાએ ફોર્મ ભર્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના ડાયાલાલ ખાંદલાએ 1343 મત મેળવી કોંગ્રેસના પ્રતિદ્વંદી મયુર ભરવાડને 355 મતથી માત આપી હતી. ભાજપ પાસે હાલ ન.પાલિકાની 28માંથી 27 બેઠકો છે. બાકીની 1 બેઠક માટે ભાજપ મરણ્યું બનશે તેમાં બે મત નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

ProudOfGujarat

ટેમ્પોમાં સુરત આવતો ૯.૧૯ લાખનો દારૃ વ્યારાના વિરપુરમાં પકડાયો

ProudOfGujarat

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!