Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી મહિલા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી.

Share

ગતરોજ લીંબડીના ઉટડી રોડ પર આવેલ ખોડિયારનગર પાસેથી એક દિવસનું તાજુ જન્મેલ નવજાત શિશુ મળી આવ્યું હતું ત્યારે આ બાળકને લીંબડી પોલીસને સોંપતા લીંબડી પોલીસ લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ ત્યારે વધુ તપાસ અર્થે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ નવજાત શિશુને લીંબડી પોલીસ કર્મચારી મહેશભાઈ વાઘેલા, કૈલાસબેન,અને દિગિશાબેન સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લઈ ગયેલ પણ ત્યાંથી લીંબડી બાળકને પરત લીંબડી હોસ્પિટલ આ બાળકને લાવવામાં આવ્યું હતું ત્યારે લીંબડી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા મહિલા કર્મચારી જેઓને બાળકને તેડતા પણ નથી આવડતું હોતું ત્યારે આવા સમયે આ મહિલા પોલીસ કર્મચારી દ્વારા માનવતા દાખવી બન્ને મહિલા કર્મચારી બાળકની સારસંભાળ કરતી જોવા મળી હતી ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા બાળક અને પોલીસને ટલ્લે ચડાવવાની વાત કરવામાં આવી હતી અને અહિયા બાળકોના ડોક્ટર નથી તેવી વાત હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરતાં પોલીસ પણ હેરાન પરેશાન થઈ જવા પામી હતી ત્યારે હાલ લીંબડી હોસ્પિટલ ખાતે હેતલબેન અને જ્યોત્સનાબેન બંને મહિલા કર્મચારી પોતાની ફરજ પુરી નિષ્ઠાથી નિભાવી રહી છે જેને અમારી ટીવી ચેનલ દ્વારા લાખો સલામ કરવામાં આવે છે ત્યારે આવતી કાલે જો આનો નિર્ણય નહીં આવે તો અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને બાળકના ન્યાય માટે આવેદન પત્ર આપવામાં આવશે.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ૨૨૨ મી જલારામ જયંતિની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ ટોલપ્લાઝા પાસેથી કોન્સ્ટેબલ રૂ. 50 ની લાંચ લેતા ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!