Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આજે તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર અપાયું.

Share

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તારીખ 7/9/21 ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમા પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં આજે લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે લીબડ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના પ્રશ્નો અને પડતર માંગણીઓને લઇને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ બાબતે સરકાર દ્વારા તલાટી કેડરના પડતર માંગણીઓ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તેવી ભલામણ આવેદનપત્ર જણાવવામાં આવી હતી જેમાં મંડળના પ્રમુખ કે.એન.રાણા, મંડળના જીલ્લા ઉપપ્રમુખ ડીવી ગોહિલ, મહામંત્રી એસ.આર.રાણા સહિતના તલાટી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાત લીધી

ProudOfGujarat

ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીપલાઇન પરથી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ.

ProudOfGujarat

નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!