લીંબડી તાલુકાના નાના ટીબલા ગામના રહીશ નાયબ સુબેરદાર ધનજીભાઈ કાલીયાનું ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
ભારત દેશ એક એવો છે જે દેશમાં વધુમાં વધુ યુવાનો પોતાના દેશની રક્ષા માટે આર્મીમા જોડાવા માંગતા હોય છે. ઘણા યુવાનોના કિસ્મત પણ સારા હોય દેશની રક્ષા માટે જોડાયા છે અને કેટલાક સૈનિકોએ આપણાં દેશની રક્ષા કરતા કરતા શહીદી વ્હોરી લીધી છે. આજે એવા જ લીંબડી તાલુકાનું નાના ટીબલા ગામના રહેવાસી ધનજીભાઈ દેવજીભાઈ કાલીયા આશરે 24 વર્ષ પહેલાં ભારતીય આર્મીમાં જોડાયેલ તેમજ 25 વર્ષ સુધી પોતાના ભારત દેશ માટે સંનિષ્ઠ સેવા આપેલ છેલ્લે નાયબ સુબેરદાર જબલપુરમાં સંનિષ્ઠ સેવા આપી આર્મીમાંથી પોતાના માદરે વતન નાના ટીબલા ફર્યા હતા ત્યારે સમસ્ત ગામના લોકો નાયબ સુબેરદારનું ઢોલ નગારા, ફુલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. સ્વાગત કાર્યક્રમમાં ગામના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : ૨૫ વર્ષ દેશની આર્મીમાં ફરજ બજાવનાર નાયબ સુબેરદાર સેવા કરીને પોતાને વતન પાછા ફર્યા.
Advertisement