Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : બસસ્ટેન્ડ નજીક રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત.

Share

સુરેન્દ્રનગર બસસ્ટેન્ડ નજીક રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતાં રાહદારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં પાણીની બોટલ અને પાઉચ વેચતા ગરીબ પરિવારના યુવકનું મોત નીપજતાં પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આજે વહેલી સવારે સાત સાડા સાતની અરસામાં એક યુવાન રોડ પર જઈ રહ્યો હતો ત્યારે એકાએક ઈંટો ભરેલી ટ્રકની અડફેટે આવતા આ યુવાનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ટ્રક અને ડમ્પરની અડફેટે અસંખ્ય નિર્દોષ લોકોના અકાળે મોત નિપજવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Advertisement

ત્યારે આ મૃત્યુ પામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયા હતા આ અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી છૂટ્યો હતો. તો કહી શકાય કે ડમ્પર ટ્રક જેવા વાહન ચાલકો બેફામ જાહેર રોડ પર ડ્રાઈવીંગ કરતાં હોય છે ત્યારે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી પોલિસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. તેમજ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસનો શરૂ કરી હતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ : ભાઈએ પિતરાઇ ભાઈની હત્યા કરી લાશ ખાડો ખોદી દાટી દીધી જાણો વધુ.

ProudOfGujarat

અધિકારીઓ ની બદલી માં પણ સેટિંગ થતું હોવાની લોકચર્ચા ,આખરે સત્ય શુ ?,શુ આવશે નિરાકરણ ?

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!