લીંબડી મહાજન પાંજરાપોળમા નિર્બળ અને નિઃસહાય અબોલ પશુઓને રાખવામાં આવી રહ્યા છે ત્યારે અંદાજીત રોજનો ખર્ચ આ પશુઓને ઘાસચારો નીણ સહિતનો એક લાખની આજુબાજુનો ખર્ચ છે ત્યારે બે હજાર અબોલ પશુઓ આ લીંબડી મહાજન પાંજરાપોળના સહારે જીવન જીવી રહ્યા છે ત્યારે આજે લીંબડી તાલુકાના કમ્લેશભાઈ કાનાણી એ એક લાખ એક હજાર રૂપિયા આ મહાજન પાંજરાપોળમાં દાન આપ્યું હતું.
ત્યારે સ્વઃ ગંગારામભાઈના જીવંત સમયે પોતાના પુત્ર કમલેશભાઈને કહેવામાં આવ્યું હતું કે બેટા તું લીંબડી મહાજન પાંજરાપોળમા દાન આપજે જે આજરોજ સ્વઃ તુકારામ કાનાણી અને સ્વ ગણપતભાઇ કાનાણીના ભાઈના હસ્તે એટલે કે કમલેશભાઈના હસ્તે અબોલ પશુઓને ઘાસચારો મળી રહે તે હેતુથી આજરોજ દાન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમયે આ પાજળાપોળના ટ્રસ્ટી રતીલાલ કાકા દ્વારા કાનાણી પરિવારનો આભાર માન્યો હતો.
કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર
Advertisement