Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચોટીલા મંદિરે દર્શને આવેલી સગર્ભાએ માતાના દરબારમાં દીકરીને આપ્યો જન્મ..!

Share

ગતરોજ જન્માષ્ટમીના પર્વ પર ચોટીલામાં બિરાજતાં ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. તો બીજી તરફ મંદિરે દર્શનાર્થે આવેલી એક સગર્ભા મહિલાને ડુંગર ચડતી સમયે પ્રસૂતિની પીડા ઊપડતાં પગથિયાં પર જ બાળકીને જન્મ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને માતા-બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની મળેલી માહિતી પ્રમાણે ચોટીલામાં જન્માષ્ટમીના તહેવારને લઈને હજારો લોકો દર્શન માટે આવ્યા હતા. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરે આજે હકડેઠઠ માનવ મહેરામણ દર્શન માટે માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યો હતો. લોકોની અભૂતપૂર્વ ભીડ વધતાં મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી ગોધરાના મંડોડ ગામની રોશનીબેન નામની મહિલાને ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા ઊપડતાં બાળકીને જન્મ થયો હતો.

Advertisement

ત્યારે ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામના મહિલાએ પગથિયા પર જ પ્રસૂતિની પીડા ઉપડતા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108ને આ ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અને તે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાળકીના જન્મ અંગે 108ની ટીમને જાણ થતાં ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બાળકી અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાનુજે જણાવ્યું હતું કે આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથિયાં ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતિનો દુખાવો ઊપડતાં ત્યાં જ બાળકીને જન્મ આપ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલા અને નવજાત બાળકીને નીચે લઇ આવ્યાં હતાં અને નાળ હજુ જોડાયેલી હતી આથી એને 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલે લઇ જવાયા બાદ મોડેથી રજા પણ આપી દેવામાં આવી હતી.


Share

Related posts

રાજપીપળાના બે ઈસમો તાંત્રિક વિધિથી એકના ડબલ રૂપિયા કરવાના ચક્કરમાં ફસાયા:જાણો કોણ છે એ બે ઈસમો.

ProudOfGujarat

કોરોના મહામારીથી આર્થિક હાલાકીનો ભોગ બનેલાં 5000 પરિવારો માટે રાજપારડીનાં મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ બાપુએ અનાજ, શાકભાજીની કીટોનું વિતરણ કર્યું હતું .

ProudOfGujarat

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!