Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડી નિમબાર્ક મોટા મંદિર ખાતે થી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને સન્માનિત કરાયા

Share

પૃર્વ સમયે લીંબડી માં કોરોના વિફરીયો હતો ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ જે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં તત્પર હતી ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોન સચિવ નાઝીર સોલંકી, રાણાલાલ સોલંકી ત્યારે મહિલાઓમાં શહેર પ્રમુખ મહિલા વિગ દક્ષાબેન વાઘેલા, કાનુની સલાહકાર કરીસ્માબેને બેલીમ સહિતની ટીમે કોરોના કાળમાં કોરોના દર્દીઓની સેવા કરી હતી.

તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર મોટા મંદિર મહંત શ્રી લલીતકિશોરદાસજી બાપુના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ચાલી રહેલ કથામા આવેલ લોકો દ્વારા પુરી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરે સૌરાષ્ટ્ર નિમબાર્ક પીઠ મોટા મંદિર અને મંદિરના મહંત શ્રીનો સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે મુખ્ય માર્ગ પર હાઇવા ટ્રક ડંમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!