લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે અને સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર છે ત્યારે આ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સુવિધા નહીં હોવાથી ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ રીફર કરવામાં આવે છે ત્યારે કોઈવાર ઈજાગ્રસ્ત વચ્ચે જ ભગવાનને પ્યારા થઈ જતાં હોય છે ત્યારે આજે લીંબડી હાઇવે પર ઘરતી હોટલ સામે મેડીકેર હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલની આજથી શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં આ હોસ્પિટલમા 24 કલાક ઈમરજન્સી સારવાર મળશે અને લીંબડી હાઇવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે ત્યારે આ માહિતી મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર ગોટીએ જણાવી હતી, ત્યારે મહાવિર સિંહ ઝાલા, કિરીટસિંહ, અભિજીતસિહ, દિગેલશભાઈ ચોસલા તેમજ લીંબડી તાલુકાની નામાંકિત વ્યક્તિ હાજર રહી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે પર ઘરતી હોટલ સામે મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બની.
Advertisement