ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળને એક વર્ષ થયું હોય અને જે રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે તે રીતે ભારતનું પર્યાવરણ પણ મજબૂત બને તે દિશામાં પગલા ભરવાના રૂપે સતત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
લખતર તાલુકાના ભાલાળા ગામમાં તળાવની પાળ ઉપર નવા બની રહેલા રામાપીરના મંદિરના પટાંગણમાં આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખના કાર્યકાળને એક વર્ષ પૂરું થયું હોય અને તેની સતત ઉજવણી કરવાની હોય સાથે ઝાલાવાડમાં વૃક્ષ વાવી હરિયાળું બનાવવાનું હોય લખતર તાલુકાના દરેક ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે તેમ ગુજરાતનું પર્યાવરણ શુધ્ધ અને મજબૂત બને તે માટે વૃક્ષ વાવવાની નેમ લીધી છે ત્યારે લખતર તાલુકાના ભાલાળા ગામના તળાવની પાળ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હોય આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દસરથસિંહ રાણા, વાય.બી.રાણા, જયેશભાઇ પટેલ, ડી.કે.ચવલિયા, કીર્તિરાજસિંહ રાણા, જગદીશભાઈ મજેઠીયા, હરપાલસિંહ રાણા, ભાલાળા ગામના જ્યુભા રાણા, અજયસિંહ રાણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : ભારતીય જનતા પાર્ટી લખતર મંડલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Advertisement