લખતર પોલીસ સ્ટેશનમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે પોલીસ કર્મચારીઓની પરેડનું નિરીક્ષણ કરી સલામી લીધી હતી, ત્યારબાદ તેમના દ્વારા લખતર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લોકદરબારનું આયોજન કર્યું હતું અને લોકોની રજુઆત સાંભળી હતી. આ રજુઆતમાં લખતર બસ સ્ટેન્ડ પાસે બે વર્ષથી સતત રજુઆત થયેલ તેવી પોલીસ ચોકી બનાવવી સહિતની રજુઆત થઈ હતી.
જિલ્લા પોલીસ અધિકારી દ્વારા લખતરમાં કોઈ લુખ્ખાગિરી કરતું હોય, લેન્ડ ગ્રેબિંગ કરતું હોય, દારૂ જુગારની પ્રવૃત્તિ કરતું હોય તો તેની માહિતી આપવા માટે જણાવ્યું હતું. ત્યારે લખતર ગામના લોકોએ લખતર પોલીસની કામગીરી લખતર ગામ માટે યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આ લોકદરબારમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારી મહેન્દ્ર બગડીયા, ડી.વાય.એસ.પી એચ.પી.દોશી, પોલીસ ઇન્સ્પેકટર રાવલ પો.સબ.ઇ, એચ.એમ.રબારી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ કીર્તિરાજસિંહ ઝાલા, જ્યેન્દ્રભાઈ પટેલ, ઠાકરશીભાઈ શિશા, અશોકભાઇ દોશી ધ્રુવરાજસિંહ રાણા સહિતના ગ્રામજનો તાલુકા મથક ગ્રામ્ય વિસ્તારમાંથી હાજર રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લખતર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન સાથે લોક દરબાર યોજાયો.
Advertisement