સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ધોળા દિવસે ચીરીનો બનાવ બન્યો હતો જેમાં સોના ચાંદીના દાગીના સહિત 25 હજારની મત્તાની ચોરી થઈ હતી. છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવ ઘણા વધી રહ્યા છે તસ્કરોને જાણો પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો તેમ ચોરી કરી રહ્યા છે પરંતુ આ તો સવારના સમયે ચોરી થઈ હતી જે અંગે લીંબડી પોલીસને જાણ કરવામાં આવતી હતી.
લીંબડીમા હમણાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓ થતી શાંત પડી હતી ત્યારે આજે લીંબડીના મીલ રોડ ઉપર અને ટેલીફોન એક્સચેન્જ પાસે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે પરમાર વિઠ્ઠલભાઈ રામજીભાઈ જેઓ રીક્ષા છકડો ચલાવીને પોતાના પરિવારનો જીવન પ્રવાહ ચલાવી રહ્યા છે તેમને ત્યાં આજે બપોરના તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે વિઠ્ઠલભાઈ ઘરે આવતા ખબર પડી હતી કે પોતાના ઘરે ચોરી થઇ છે.
વિઠ્ઠલભાઈના જણાવ્યા પ્રમાણે 25000 ઉપરાંત રોકડ રકમ અને દાગીના ચોરી થવા પામ્યા હતા ત્યારે આ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનમા વિઠ્ઠલભાઈ દ્વારા જાણ કરવામા આવી હતી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર