Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

Share

લખતર સર્કિટ હાઉસમાં લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોક દરબાર યોજવામાં આવે છે જેથી કરી તેમના મત વિસ્તારના લોકો તેમના પ્રશ્ન લઈ લખતર સર્કિટ હાઉસમાં આવે છે અને રૂબરૂમાં તેમના મૌખિક અને લેખિત પ્રશ્ન રજૂ કરી છે.

ત્યારે ધારાસભ્ય દ્વારા તેમના પ્રશ્ન સાંભળી તેમના પ્રશ્નની રજુઆત તુરંત લગત અધિકારીને મોબાઈલ પર પ્રશ્નની રજુઆત કરી યોગ્ય કરવા સૂચના આપવા સાથે અરજદારનો પ્રશ્ન ક્યાં સુધી પહોંચ્યો તેની અપડેટ આપવા સૂચના પણ આપી અને પ્રશ્નનું નિરાકરણ લાવી આપવા સૂચના પણ આપતા હોય છે. લખતર સર્કિટ હાઉસમાં ભરાયેલ લોક દરબારમાં લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા, વરસાણી સરપંચ યુવરાજસિંહ રાણા, અશ્વિનસિંહ રાણા, હાર્દિક પટેલ, વિનુભાઈ, પેઢડા સરપંચ ચન્દ્રસિંહ રાણા સહિતના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : ગાંધી જયંતિ નિમિત્તે વુમેન્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા છ બહેનોનું કરાયું સન્માન.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!