Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

Share

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ લીંબડીમાં પેટ્રોલ, ડીઝલ, તેલના ભાવ આસમાને પહોંચ્યા હોય અને આમ આદમીને જીવવું મુશ્કેલ બની ગયું હોય સાથે ગૃહિણીનું બજેટ ખોરવાયું હોય લોકોને જીવન જીવવું દોહ્યલું બની ગયું હોય જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબડી ખત્રી જ્ઞાતિ વાડીમાંથી બેનરો સાથે મોંઘવારી મુદ્દે વિરુધ્ધ વ્યકત કરીને મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢી હતી. ત્યારે આ રેલી આંબેડકર બાબા સાહેબ પ્રતિમા સુધી પહોંચેલ અને જોરદાર સુત્રોચાર હાયરે ભાજપ હાય હાય હાયરે મોદી હાય હાય સહિતના સુત્રોચાર ઉચ્ચાર્યા હતા. આ રેલી લીંબડીમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરેલ અને ત્યારે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિની રેલીમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ચેતનભાઈ ખાચર, અનિલભાઈ સિંગલ કલ્પનાબેન મકવાણા, નટુભા ઝાલા, ખુશાલભાઈ જાદવ, લખધીરસિંહ ઝાલા, રણજીતભાઈ પરાલિયા તેમજ શહેર તથા ગ્રામ્યમાંથી આવેલ કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનો એહસાસ….

ProudOfGujarat

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત.

ProudOfGujarat

અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલરી ધરાશાયી, ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યૂ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!