Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી –રાજકોટ હાઇવે પર વસ્તાડી પાટિયા પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

Share

સુરેન્દ્રનગરના અને લીંબડીને જોડતા નેશન હાઇવે પર આજરોજ હોનારત સર્જાઈ હતી, જેમાં ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં 50 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં કેટલાકને ગંભીર ઇજાઓ પહોચી હતી.

આજરોજ વહેલી સવારે લીંબડી અને રાજકોટને જોડતા નેશનલ હાઇવે પાસે વસ્તાડીના પાટિયા પાસે એક ખાનગી લઝરી બસ પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બનાવ અંગે મળતી માહિતી અનુસાર સોમનાથથી અમદાવાદ તરફ જતી ખાનગી લકઝરી બસ વસ્તાડી પાટિયા પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસમા મહિલાઓ, નાના બાળકો અને પુરુષો સહિત વૃધ્ધો 50 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં અકસ્માત દરમિયાન 15 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી, જેને કારણે 5 જેટલી 108 એમ્બ્યુલન્સો ઘટનાના સ્થળે પહોચી હતી દરેકને તાત્કાલિક ધોરણે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

લીંબડી પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને ઘટના સ્થળે પહોંચી સમગ્ર તપાસ હાથ ધરી હતી .

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે આજરોજ સુશ્રી ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડિયા ગામે ટ્રકને અકસ્માત નડતાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

સુરતના કોટ વિસ્તારમાં પરંપરાગત રીતે બળિયા બાપજીની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!