લીંબડી કોરોના કાળમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને શિક્ષકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને પાંચ પાંચ બાળકોને ભણાવી રહ્યા છે.
કોરોના કહેરથી બાળકોનુ શિક્ષણ અંધકારમય બની જવા પામ્યું છે ત્યારે લીંબડીની પ્રાથમિક શાળાના શિક્ષકો હાલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ગરીબ બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે ત્યારે આજે લીંબડી નગર પાલિકામા પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ બાળકોને લીંબડીની શાળા નંબર બે ના શિક્ષક બાળકો સાથે નીચે બેસીને ભણાવતા નજરે પડ્યા હતા અને જેઓ પોતાની ફરજ નોકરીના સમયની પુરી કરી રહ્યા છે ત્યારે આ શિક્ષકે જણાવ્યું હતું કે હાલ બાળકોનું ભવિષ્ય રોળાય નહીં એટલે અમે પાંચ પાંચ વિદ્યાર્થીઓ સાથે રાખીને ભણાવીએ છીએ અને અમને આનંદ આવે છે
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર