માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સુત્ર છે ઘરનુ ઘર મારૂ ઘર ત્યારે આ સુત્રની એસી કી તેસી કરતી લીંબડી નગરપાલિકા ત્યારે આ લીંબડી રાણપુર રોડ પર લીંબડી નગર પાલિકા દ્વારા આવાસ બનાવવામાં આવેલ જે છેલ્લા ઘણા વર્ષોથી બની ગયેલ છે ત્યારે આજદિન સુધી કોઈપણ મકાન ધારોકોને મકાન ફાળવવામાં આવેલ નથી ત્યારે માનવ અધિકાર માટે લડતી સમીતી એટલે માનવ અધિકાર નિગરાની સમિતિ આજે આ બનાવેલ આવાસના સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે આવાસનો સાચો ભ્રષ્ટાચાર કેમેરામાં કેદ થવા પામ્યો હતો કેમ કે લોકોને પોતાના ઘરનું ઘર હોય તેવું સ્વપ્ન હોય છે
ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા લોકોએ વ્યાજે, પોતાના ઘરેણાં વેચીને લીંબડી નગરપાલિકાને પૈસા ભરેલ અને આ આજ દિન સુધી મકાનની ફાળવણી કરવામાં આવી નથી જે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જીલ્લા મહામંત્રી ડીયુ પરમારે જણાવ્યું હતું તેમજ આ બનાવેલ આવાસ હકિકતમાં પાયા વિહોણા છે તેમજ નીચેનું તળ પણ તુટી જવા પામ્યું છે.
છત દિવાલો પણ જર્જરિત થઈ છે અને બીમ કોલમમાં તિરાડો પડી જવા પામી છે ત્યારે આ તમામ કેમેરામાં કેદ થયું છે અને આ હકીકતના દ્રષ્યો છે અને એમ પણ કહી શકાય કે આ મકાન રહેવા લાયક પણ નથી ત્યારે આ આવાસમાં ભ્રષ્ટાચારનો ભુકંપ થયો હોય તેવું લાગી રહ્યું છે તો હાલ લોકોને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહ્યું લીંબડી ચુડા વચ્ચે આવેલ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર પાયા વિહોણા મકાન ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમ પહોંચી અને નગરપાલિકાની પોલ ખુલ્લી પડી હતી.
કલ્પેશ વાઢેર ,સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : નગરપાલિકાની પોલ ખુલ્લી : લીંબડી ચુડા વચ્ચે આવેલ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર : પાયા વિહોણા મકાન ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમ પહોંચી.
Advertisement