હાલ સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા વિવિધ અગમચેતીના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓ સહિત અન્ય તમામ રોગના દર્દીઓને સહેલાઇથી અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૩૦ બેડના દર્દીઓને ઓક્સિજન મળી રહે તેટલી ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટને ડેક્કન કંપની તથા તંત્રના સહયોગથી 29 લાખ રૂપિયાના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને ગ્રામજનોમાં હવે ઓક્સિજનના અભાવે કોઈ જીવ નહિ જાય તેવી આનંદની લાગણી સાથે તંત્રનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર