લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આ છોટાકાશીમા ખતરનાક રખડતાં ઢોરો જોવા મળી રહ્યા છે અને એમાંય જો તમે સાંજના સમયે લીંબડી શાકમાર્કેટમાં જાઓ તો આખલાઓનો અખાડો જોવા મળશે ત્યારે આ વિસ્તારના રહેતા રહિશોમાં અને રાહદારીઓમા આ આખલાઓનો ભય સતાવી રહ્યો છે આ કોના કારણે આવો સવાલ ઉઠવા પામતો હશે ? તો જણાવી દઈએ કે આ શાકમાર્કેટમાં સાંજના સમયે આ માર્કેટમાં વેપાર કરતાં વેપારીઓ પોતાની વધેલી કચરા જેવી શાકભાજી ફેંકી દેતા હોય છે જેના કારણે આ અડીખમ આખલાઓ સાંજના ભોજન માટે આવતા હોય છે અને ભોજન માટે બાખડતા પણ હોય છે અને આ અથડામણમાં લોકોને જીવનું જોખમ ઉભું થતું હોય છે અને ભુતકાળમાં લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવેલ છે ત્યારે આ બાબતે સફાળું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે નગર પાલિકામા રખડતા ઢોર પકડવાની વાત કરવામાં આવી તો કહે કે આવી કોઈપણ પ્રકારની ગ્રાન્ટ નથી આવતી તો શું તંત્રના વાંકે લોકોને જીવનમાં જોખમે બહાર નીકળવાનુ આવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે તો આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી ખાતે આવેલા શાક માર્કેટમાં સાંજના સમયે આખલાનો અખાડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ…
Advertisement