લીંબડી નેશનલ હાઇવે પર આવેલ સર્કિટ હાઉસ સામે એકાએક ટેન્કર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કરના ડ્રાઈવરનુ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઓઈલ ભરેલી ટેન્કર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત સર્જાતા ટેન્કર પલ્ટી ખાઇ જતાં સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી ત્યારે આ બાબતે લીંબડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી ક્રેન મંગાવીને આ પલ્ટી ખાઈ ગયેલા ટેન્કરને સાઈડમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હાલ લીંબડી પોલીસે અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement