Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

Share

સુરેન્દ્રનગરમાં વિશ્વમ નામથી આંગડીયા પેઢી ધરાવતા સંચાલક સાથે બોગસ નામ ધારણ કરી અમુક વ્યવહારો કર્યા બાદ વિશ્વાસમાં લઇને અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ. 24.62 લાખની છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ગુનામાં ફરાર રાજકોટના ચંદ્રેશ ઉર્ફે બ્રિજેશ કાંતીલાલ પાડલિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.

આરોપી પોતાની ઓળખ છૂપાવવા માટે મોઢે માસ્ક અને માથે ટોપી પહેરી રાખતો હતો. સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં ડિસ્ટ્રિક્ટ બેંકવાળી શેરીમાં વિશ્વમ આંગડીયા નામની પેઢી ધરાવતા ચૈતન્યસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ 12 જૂનથી 15 જૂન સુધીના સમયગાળા દરમિયાન ભરતભાઇ અને ચંદ્રેશભાઇ નામના ગ્રાહકે અલગ અલગ આંગડીયા પેઢીમાં હળવદ, ધ્રાંગધ્રા, દિલ્હી, રાજકોટ સહિતના શહેરમાં કુલ રુ. 24,62,730 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ થોડીવારમાં આપી જવાનું કહ્યા બાદ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.સુરેન્દ્રનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. પરંતુ આરોપીઓના કોઇ સગડ મળ્યા ન હતા.

Advertisement

દરમિયાન ચંદ્રેશ નામ ધારણ કરીને છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટમાં હોવાની માહિતી મળતા સુરેન્દ્રનગરના ASI એસ.વી.દાફડા, કોન્સ્ટેબલ મેહુલ મકવાણાએ રાજકોટ ક્રાઇમ બ્રાંચની મદદ માગી હતી. એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી.કે. ગઢવીની સૂચનાથી ASI બી.જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલે ભોગ બનનાર વિશ્વમ આંગડીયાની રાજકોટ, સુરેન્દ્રનગર ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ચંદ્રેશનું પગેરુ દબાવતા આરોપીનું સાચુ નામ બ્રિજેશ કાંતીલાલ પાડલીયા (રહે, આર્યમાન સોસાયટી, બ્લોક નંબર -21, ગોવર્ધન ચોક પાસે, 150 ફૂટ રોડ, રાજકોટ) હોવાનું ખુલતા આરોપીને અટકાયતમાં લઇ લીધો હતો.


Share

Related posts

વડોદરાના આજવા ખાતે આતાપીનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉતરાયણ પર્વની હર્ષઉલ્લાસ સાથે થયેલ ઊજવણી ,એ લપેટ કાયપો છે ની ગુંજ વચ્ચે જોવા મળ્યા લોકો..

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!