Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં વરસાદનું આગમન : ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ, લોકોને ગરમીથી રાહત મળી.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. લીંબડીમાં આજરોજ સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મેઘરાજાના આગમનથી લોકો હરખાયાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો વર્ષારાણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં છેલ્લાં થોડા સમયમાં બેથી ત્રણ વાર છુટાછવાયા સામાન્ય ઝાપટાં બાદ વરસાદના કોઇ અણસાર ન હતાં. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં મોસમના પહેલાં પહેલાં વરસાદમાં નાના ભુલકાઓએ ન્હાવાની મજા માણી હતી. આ વર્ષે ચોમાસુ સપ્તાહ પહેલાં શરૂ થયું હોવાનું લાગી રહ્યું છે. પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં પંથકના ખેડૂતો ખેતરોમાં વાવણી પહેલાં જમીન ખેડવાની કવાયતમાં જોતરાઇ ગયાં છે. ચોમાસાના શરૂઆતના તબક્કામાં થયેલાં વરસાદ બાદ ખેડૂતો વાવણી કરશે.

Advertisement

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર


Share

Related posts

દયાદરા ગામના રહીશોએ ગેરકાયદેસર થતા માટી ખોદકામ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

-નબીપુર પોલીસ મથક ની હદ માં બીજી મોટરસાઇકલ ચોરાઈ

ProudOfGujarat

દામાવાવ પોલીસે ઇન્ડિકા કારમાંથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!