Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે એક અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Share

હાલ પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો થવા પામ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવમાં ધરખમ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે ત્યારે આજે લીબડી ગામ વચ્ચે આવે પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે સરકારનો વિરોધ સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો જેમાં પેટ્રોલ પંપ પર આવતા ગ્રાહકોને કોંગ્રેસ દ્વારા કટાક્ષતાથી એક ગુલાબનું ફૂલ અને મોંમાં પેંડો ખવડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો

ત્યારે આ કાર્યક્રમમા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામના ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પૂર્વ વિરોધપક્ષના નેતા અંબારામભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કનકસિંહ ઝાલા, સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે અને પોલીસ કાફલા વચ્ચે યોજાયો હતો જેથી કરીને કોઈ અઘટીત ઘટના ના ઘટે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : તાલુકા મથક માંગરોલ, વેરાકુઇ મુકામે ગ્રામ સભા યોજાઈ.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર : મીરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફ રજૂ કરાયું.

ProudOfGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!