સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડીના ગૌણ સેવા પસંદગીના પૂર્વ અધ્યક્ષ અને લીંબડી ભાજપમાં આગેવાન એવા પ્રકાશભાઈ સોનીને ફોન ઉપર દેશ વિરોધ ધમકી મળી હતી. પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે વિદેશથી અવારનવાર ચીટર લોકોના ફોન આવતા હોય છે જેને તેઓ ધ્યાનમાં લેતા ન હતા પરંતુ આ અજાણ્યા શખ્સ દ્વારા તેમને વારંવાર ફોન આવતા હોવાથી તેમને ફોન ઉંચકીને વાત કરવી જરૂર સમજી અને ફોન કરવાનું કારણ પૂછતાં શખ્સે પ્રકાશભાઈ સોનીને, ભારતીય સૈનિકોને અને પીએમ મોદી અને તેના માણસો વિરુદ્ધ રોષ બતાવી ખુલ્લી ચેતવણી આપી હતી. બનાવ બાદ ફરીથી એ જ શખ્સે સોશિયલ મીડિયા પર વોટસએપના માધ્યમથી પોતાનો ફોટો, હથિયારોના ફોટા સહિત ઘમકીભર્યા મેસેજ મોકલીને પ્રકાશભાઈ સોનીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે પ્રકાશભાઇ સોનીએ આ બાબતેને ગંભીર સમજીને લીંબડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી અને સાઇબર ક્રાઇમના સહકારથી જાણવા મળેલ છે કે આ ધમકી પાકિસ્તાનના મોબાઇલ નંબર પરથી આપવામાં આવી રહી છે જે અન્ય ભાજપના ધારાસભ્ય, શિવસેનાના ધારાસભ્યને પણ આજ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી જેને પગલે સાઇબર ક્રાઇમ શખ્સને શોધવામાં સક્રિય થયું છે. આ બાબતે લીંબડી પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર