સરકાર દ્વારા વિનામૂલ્યે બે મહિનાનુ રાશન રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી ત્યારે લીંબડી ખાતે રાશનના દુકાનદારો દ્વારા લોકોને રાશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી ગાઈડલાઈન મુજબ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ફરજિયાત પહેરાવી અને હાથ સેનેટાઈઝ કરાવીને લોકોને રાશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ હાલ કાળઝાળ ગરમી અને તડકો પડી રહ્યો છે ત્યારે તેને પણ ધ્યાનમાં રાખીને મંડપ બાંધી છાંયડો પણ કરવામાં આવે હતો. ત્યારે લોકોને તડકાથી રાહત મળી હતી પરંતુ આવતા રાશન કાર્ડ ધારકોની ક્યાંકને ક્યાંક એવી પણ માંગ ઉઠી રહી છે કે રાશન લેવા માટે જે કુપન કઢાવવામાં આવે છે તે સરકાર દ્વારા બંધ કરવામાં આવે કેમ કે કુપન કઢાવવા માટે ગ્રાહકને અંગુઠાનુ નિશાન આપવું પડે છે તો આવનાર તમામ ગ્રાહકોને આ એક જ સ્થમ મશીન ઉપર અંગુઠો મુકવો પડે છે ત્યારે ક્યાંકને ક્યાંક કોરોના ફેલાઈ તેવો ભય પણ જોવા મળી રહ્યો છે તો આ કુપન બંધ કરવામાં આવે તેવી માંગણી ગ્રાહકોની સરકાર પાસે ઉઠી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી રાશનની દુકાનો દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા રાશન સરકારી ગાઈડલાઈન મુજબ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું.
Advertisement