લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ કોરોના વોર્ડ અને એક કોરોના શંકાસ્પદ વોર્ડ આવેલ છે ત્યારે આ વોર્ડમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહેલા છે ત્યારે આ લોકોની સારવાર લીંબડી સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટાફ પણ સારી રીતે કરી રહ્યા છે, ત્યારે આજે લીંબડી બિઝનેસમેન મિલન જીનના માલીક બાબુભાઈ જીનવાળા દ્વારા આ તમામ લોકોને લીલા નારિયેળ પાણી પીવડાવવામાં આવ્યું હતું. તેમજ લીંબડી નિલકંઠ વિદ્યાલય ખાતે પણ એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે ત્યા આગળ પણ દર્દીઓને નારીયેળ પાણી આપવામાં આવ્યું હતું ત્યારે બાબુભાઈ જીનવાળા દ્વારા આવી એક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement