લીંબડી તારીખ 8/8/18, કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9033958500
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે લીંબડી એસ.ટી.બસ્ટેન્ડ, લીંબડી આઇ.ટી.આઇ, ઉંટડી ગ્રામ પંચાયત અને પાંદરી દુધ મંડળીનું લોકાર્પણ દિલીપકુમાર ઠાકોર મંત્રી ગુજરાત રાજય ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
હાલ જયારે ગુજરાતભરમાં વિકાસના કામોના લોકાર્પણ થઇ રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે દિલીપકુમાર ઠાકોર મંત્રી ગુજરાત રાજયના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવયું હતું
જેમાં પહેલા લીંબડી ખાતે આવેલ લીંબડી એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી ડેપોના કંપાઉન્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ડેપો મેનેજર ભાવનાબેન, મદનસિહ , લલીતભાઇ તેમજ એસટી. ડેપોના કર્મચારીઓએ કામગીરી કરી હતી
અને લીંબડી ખાતે નવું બનાવેલ આઇ.ટી.આઇ. ખાતે જઇને આઇ.ટી.આઇ.નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓને શિખવાના શિવણ, ફીટર કોપા, પ્લમ્બીંગ,વાયરમેન ના અલગ અલગ ટ્રેડની મુલાકાત દિલીપકુમાર ઠાકોર દ્રારા લેવાઇ હતી અને બાળકોને આ વિષય ઉપર પણ પ્રશ્નોતરી કરવામાં આવે હતી અને આ કાર્યક્રમાં લીંબડી મંડળ સંચાલીત ITI , સરકારી ITI ના આચાર્ય અને કર્મચારીઓ હાજર રહયા હતા
ત્યાર બાદ લીંબડી તાલુકાની ઉંટડી ગ્રામ પંચાયત જે નીવી બનાવેલ છે ત્યા પહોચીને ગ્રામ પચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગામ ખાતે આવેલ હનુમાન મંદીર ખાતે સભાનું આયોજન કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં લીંબડી ટી.ડી.ઓ. ભુવાત્રા, ઉટડી તલાટી કમ મંત્રી, ઉટડી ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા આ પંચાયત લોકાર્પણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અને ત્યાર બાદ પાંદરી ગામની મુલાકાત લઇને પાદરી ગામે બનાવેલ દુધ મંડળીનું પણ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને દુધ મંડળીમાં દુધ ભરતા અવશાન પામેલ ચાર લોકાના પરીવારના લોકોને ચેક આપવામાં આવ્યા હતા
અને આ ચારેય સ્થળોએ લોકાર્પણ દિલીપકુમાર ઠાકોર મંત્રીશ્રી શ્રમ અને રોજગાર ગુજરાત રાજયના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું આ સંપુર્ણ કાર્યક્રમમાં લીંબડીના પુર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, લીંબડી નગર પાલીકા પ્રમુખ, લીંબડી ડેપ્યુટી કલેકટ વી.કે. પટેલ, જીલ્લા વિકાસ અધિકારી મનીશકુમાર બંસલ અને અધિકારી અને પદાધિકારીઓએ હાજરી આપી હતી