સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટ ફાટના બનાવો સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ઉદ્યોગ ક્ષેતે જાણીતું અને નામચીન થાનગઢમાં ધોળા દિવસે ત્રણ અજાણ્યા શખ્સોએ આંગડીયા પેઢીના કર્મચારી પર મરચાની ભુકીનો પાવડર ફેંકી અંદાજે 50 લાખની લુંટ ચલાવી ત્રણ બાઈક સવાર શખ્સો ભાગી છુટતાં પોલીસ ટીમ દ્વારા ત્રણ લુંટારૂઓને તાકિદે ઝડપી પાડવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નાકાબંધી કરી આ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વિગત પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે મહાલક્ષ્મી શેરીમાં રહેતા આંગડીયા પેઢીના કર્મચારી વીરલભાઈ હસમુખભાઈ ગાંધી જેઓ તેમના ઘરેથી પરપલ કલરના થેલામાં અંદાજે 50 લાખ રૂપિયા ભરેલો થેલો કાળા કલરના એકટીવા આગળના ભાગે મુકી પોતાની આંગડીયા પેઢીએ જતા સમયે ડો. રાણા સાહેબના દવાખાનાની ગલીમાં અચાનક અજાણ્યા ત્રણ બાઈક સવાર યુવાનો અંદાજે 20 થી 25 ઉંમરના લાલ કલરનું ટી શર્ટ અને કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરલ અને આ ત્રણેય શખ્સોએ મોઢે લુંગી જેવુ કપડુ બાંધી નંબર પ્લેટ વગરનું મોટરસાઈકલ સાથે ધસી આવી આંગડીયા પેઢીના કર્મચારી પર મરચાની ભુકી નાંખી દિલધડક લુંટ ચલાવી નાશી છુટતાં ચકચાર મચી જવા પામી હતી અને ત્રણેય લુંટારૂઓને ઝડપી પાડવા થાન પોલીસ સહિત સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમે નાકાબંધી કરી હાઈવે પર ચેંકીગ હાથ ધર્યું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર